Pages


Search This Website

Saturday, January 7, 2023

Electric Scooter New Model 2023 : નવા વર્ષમા ઈલેકટ્રીક સ્કુટર લેવા નો પ્લાન બનાવી રહ્યા હોય તો જુઓ આ નવા મોડેલ

Electric Scooter New Model 2023 : 2023 ના વર્ષમા નવા બાઇક, સ્કૂટર, કાર, SUV અને બીજી ઘણા બધા વાહનો ના નવા મોડેલ આવી રહ્યાં છે. ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટ માટે આ વર્ષ ઘણું સારું ફળદાયી સાબિત થઈ શકે છે. જો તમે પણ એક્ટિવા જેવું ગીયર વગરનુ સ્કૂટર ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારે થોડી રાહ જોવી જોઈએ, કારણ કે આ વર્ષે ઘણા શાનદાર ઈલેક્ટ્રિક સ્કૂટર ના નવા મોડેલ લૉન્ચ થવાના છે. જે પેટ્રોલ સ્કૂટરને પણ ટક્કર આપે એવા હશે.


ચાલો આજે આ લેખમા જાણીએ ઈલેકટ્રીક સ્કુટર ના નવા આવનારા મોડેલ વિશે.


Electric Scooter New Model 2023

Simple One

ઈલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં લોકપ્રિય કંપની સિમ્પલ એનર્જી તેના વન ઈલેક્ટ્રિક સ્કૂટરની ડિલિવરી અ વર્ષે શરૂ કરવાની છે. આ ઈલેક્ટ્રિક સ્કૂટર 105 kmphની ટોપ સ્પીડ સાથે ભાગવાની ક્ષમતા ધરાવે છે. તે 4.8 kWh બેટરી પેકમાં સિંગલ ચાર્જ મા 203 કિમી સુધી ચાલે છે. સિમ્પલ સ્કૂટર પર ડિટેચેબલ બેટરી પેક પણ મુખ્ય આકર્ષણ હશે. આ સ્કૂટરની કિંમતો જોઈએ તો લગભગ ₹1.05 લાખ (એક્સ-શોરૂમ) કિંમત થી શરૂ થાય છે.

Ather 450X Updated

Ather Energy જાન્યુઆરીમાં તેના વર્તમાન ઈલેક્ટ્રિક સ્કૂટર 450Xનું નવું વર્ઝન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યુ છે. Ather Energy ના આ નવા મોડલની સ્પર્ધા TVS iQube અને Ola S1 Air સાથે થશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મોડેલ તે સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર હોઈ શકે છે. કંપની આવતા મહિને 450X અને 450 Plus પર વધુ અપડેટ્સ આપવા જઇ રહી છે.

Honda electric scooter

સ્કૂટર સેકટર મા ખૂબ જ લોકપ્રીય હોન્ડા કંપની હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયા ભારતીય બજાર માટે ઇલેક્ટ્રિક સ્કૂટર પર કામ કરી રહી હોવાનુ સામે આવ્યુ છે. કંપની આ વર્ષની શરૂઆતમાં જ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવાની તૈયારી કરી રહિ છે. એવુ માનવામા આવી રહ્યુ છે કે આ મોડલ એક્ટિવા 6G નું ઇલેક્ટ્રિક વર્ઝન હશે. આ મોડેલ આધુનીક યુગની તમામ સુવિધાઓથી સજ્જ હશે.

LML Star

LML બ્રાન્ડને આ વર્ષની શરૂઆત થી ઈલેક્ટ્રિક સેગમેન્ટમાં ફરીથી ગોઠવવામાં આવી રહી છે. LML સ્ટાર એ કંપની દ્વારા લૉન્ચ કરવામાં આવનાર પ્રથમ ઈલેક્ટ્રિક સ્કૂટર પૈકી એક હશે. શાર્પ અને સ્ટાઇલિશ ઈ-સ્કૂટરને બીફ અપ ફ્રન્ટ એપ્રોન, DRLs સાથે LED હેડલેમ્પ, ડિજિટલ કન્સોલ અને વધુ સાથે સ્પોર્ટી ડિઝાઇન લુક આપવામા આવ્યા છે.

BMW CE 04

BMW Motorrad Indiaએ તાજેતરમાં જ તેની Joytown ઈવેન્ટમાં CE 04 ઈલેક્ટ્રિક સ્કૂટરનું મોડેલ લોંચ કર્યુ છે. પ્રીમિયમ ઈલેક્ટ્રિક સ્કૂટર મોડેલ ભારતમાં આ વર્ષે લૉન્ચ કરે તેવી પ્રબળ સંભાવના છે. BMW CE 04એ PMS લિક્વિડ-કૂલ્ડ ઈલેક્ટ્રિક મોટર દ્વારા સંચાલિત ઈલેક્ટ્રિક સ્કૂટર છે. આ મોડલ 8.9 kWhના બેટરી બેકપ સાથે આવે છે. તે 20 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ સાથે સિંગલ ચાર્જ પર 130 કિમી સુધી ચાલી શકે છે.

No comments:

Post a Comment

Search This Blog