Pages


Search This Website

Sunday, January 1, 2023

CRPF Recruitment 2023: 12 પાસ યુવાનો માટે સરકારી નોકરીની તક, 81000 હશે પગાર, જાણો આ ભરતીની તમામ વિગત

CRPF Recruitment 2023: 12 પાસ યુવાનો માટે સરકારી નોકરીની તક, 81000 હશે પગાર, જાણો આ ભરતીની તમામ વિગત

CRPF Recruitment 2023 : સીઆરપીએફમાં એએસઆઈ સ્ટેનો અને હેડ કોન્સ્ટેબલ ની પોસ્ટ માટે ભરતી આવેલી છે. આ ભરતીમા ઈચ્છુક ઉમેદવાર 4 જાન્યુઆરીથી ઓનલાઇન અરજી કરી શકશે.


કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) એ એએસઆઈ સ્ટેનો અને હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટ્રિયલ) ની ખાલી પડેલી જગ્યા ભરવા માટે જાહેરાત બહાર પાડેલ છે. આ ભરતીમા ફોર્મ ભરવા ઇચ્છુક ઉમેદવારો CRPF ની ઓફીસીયલ વેબસાઇટ crpf.gov.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. નોંધનીય છે કે આ ભરતી (CRPF Recruitment 2023) માટે અરજી પ્રક્રિયા 4 જાન્યુઆરીથી શરૂ થશે. ઉમેદવારોએ અરજી કરવા માટે છેલ્લી તારીખની રાહ ન જોવા વિનંતી છે. ઘણીવાર છેલ્લી તારીખની રાહ જોવી નુકસાનકારક સાબિત થતી હોય છે. તેથી ઈચ્છુક ઉમેદવારોએ જલદી અરજી કરવી જોઈએ.

CRPF Recruitment 2023

CRPF Recruitment 2023

CRPF દ્વારા બહાર પડેલી એએસઆઈ સ્ટેનો અને હેડ કોન્સ્ટેબલના પદો માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સીધા CRPF ભરતીની ઓફીસીયલ વેબસાઇટ https://crpf.gov.in/ પર ક્લિક કરીને પણ CRPF Recruitment 2023) માટે અરજી કરી શકે છે. આ પદો પર ભરતી સંબંધિત વિગત ઉમેદવાર CRPF ભરતી 2023 Notification PDF દ્વારા પણ મેળવી શકે છે. સીઆરપીએફ Recruitment ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 1458 જગ્યાઓ ભરવામાં આવશે.

READ ALSO: અવતાર-૨ ફિલ્મ માત્ર 14 દિવસમા કરી 8000 કરોડની કમાણી / દુનિયાભરમા મચાવે છે ધૂમ

CRPF ભરતી શૈક્ષણિક લાયકાત

CRPF દ્વારા બહાર પડેલી ભરતી માટે ઇચ્છુક ઉમેદવારની પાસે માન્યતા પ્રાપ્ત બોર્ડ કે વિશ્વ વિદ્યાલયમાંથી ઇન્ટરમીડિએટ (10 + 2) કે સમકક્ષ ડિગ્રી હોવી જરૂરી. 

CRPF ભરતી અરજી ફી
સીઆરપીએફ રિક્રૂટમેન્ટ 2023 પ્રક્રિયા માટે જે ઉમેદવારો અરજી કરવા માગે છે તેણે અરજી ફી તરીકે 100 રૂપિયાની ચુકવણી કરવી પડશે. 

CRPF ભરતી પસંદગીની પ્રક્રિયા
આ ભરતી માટે અરજી કરેલ યોગ્ય ઉમેદવારોની પસંદગી કમ્પ્યૂટર આધારિત ટેસ્ટ, સ્કિલ ટેસ્ટ, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટના આધાર પર કરવામાં આવશે.

CRPF ભરતી પગાર ધોરણ
આ ભરતી માટે પસંદગી પામેલા ઉમેદવારોને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર સ્ટેનો લેવલ 5 હેઠળ 29200 રૂપિયાથી 92300 રૂપિયા અને હેડ કોન્સ્ટેબલ મંત્રિસ્તરીય લેવલ 04 હેઠળ 25500 રૂપિયાથી 81100 રૂપિયા મળશે.

CRPF Recruitment 2023: મહત્વપૂર્ણ વિગતો

  • ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ- 4 જાન્યુઆરી
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ- 25 જાન્યુઆરી
  • કુલ જગ્યા- 1458
  • આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સ્ટેનો- 143
  • હેડ કોન્સ્ટેબલ- 1315

CRPF Recruitment Important Link :

Apply OnlineStart from 4th january
Official Notification PDFClick here
Official Websiteclick here

No comments:

Post a Comment

Search This Blog